Monday, July 19, 2010

શૂન્યતા


સન્નાટા ના સુસવાટા કાન માં પડઘાય છે

, નથી છતાં આંખો કેમ શોધે જાય છે.

યાદો ના લિસોટા, તેજ ધારે કંઈક સોર છોલી ગયા

અને, હોઠો પર મૌન નો લેપ ચોપડી ગયા.


સ્મશાન સમ શૂન્યતા ઉભરાય છે

નજર માંડુ તો ક્યાં કોઈ દેખાય છે.

દિવસ, સાંજ ને રાત કંપી, કંપી, કાપી

મીઠી યાદો ના ચીત્રો, આંખો ને આપી.


કોણ જાણે ક્યાંથી, કોઈક દોડી આવશે

ક્યાંકથી મને કોક બોલાવશે.

બે બોલ બોલવા માટે તલસુ છું

એકલતા ખાળવા યાદો ને ઘસુ છું.


કલ, કલ, કિલ્લોલ કરતા ક્યારેક અવાજો

પીંખી નાંખતા મૂંગપ નો મલાજો.

છલ, છલ, છલકતી ખુશીઓ ની ગાગર દેખાતી નથી

જગા આજે, પોતાની લાગતી નથી.


અહીંના કાયમી તોફાની વાયરા શમી ગયા

કોણ જાણે, આવતી વસંત માં પાન ખરી ગયા.

પળ, પળ, જાણે કે એક અવતાર થઈ ગયો

ખરખરો કરતો ખાલીપો, મૂંગો ચિત્કાર થઈ ગયો.


- ગૌરાંગ નાયક


No comments:

Post a Comment

Followers