Monday, July 19, 2010

કોને પડી છે?


ખીલતી કળીઓ માં ફૂલ સૂકાય છે

ખીલેલા બગીચાઓ વેરાન થાય છે

કોને પડી છે?

માણસ નું જવા દો

અહીં, શબ સાથે કબર ના સોદા થાય છે

કોને પડી છે?

ભૂલકાં ને પાવા, ‘પાણીમાં દૂધ ભેળવાય છે

નશા માં ચૂર, અહીં રોજ પ્રાણ જાય છે

કોને પડી છે?

મીઠા જળ માટે ધરતી ના પેટાળ ખોદાય છે

ને રોજે રોજ અહીં નદીઓ મલીન થાય છે

કોને પડી છે?

કતારો માં જૂતા ઘસાઈ જાય છે

લાલ બત્તી વાળી ગાડીઓ સડસડાટ નીકળી જાય છે

કોને પડી છે?

મા વિના ના છોકરા રઝળી જાય છે

આયા વિના છોકરા સોના ના પારણે ગભરાય છે

કોને પડી છે?

લાખો ના ગાદલે પીઠ માં દર્દ થાય છે

દર્દ થી કણસતા ને દવાખાના માંથી ખસેડાય છે

કોને પડી છે?

કૂદરત ના કોપે કંઈક રોળાય છે

જરુર સિવાય ના , મદદ લઈ જાય છે

કોને પડી છે?

ભગવાન ને ધરવુ એમ સમજાવાય છે

એજ મૂડી કો' ની અંગત થઈ જાય છે

કોને પડી છે?

હિસાબ નો જ્યાં સવાલ થાય છે

છડે ચોક એને ઢાળી દેવાય છે

કોને પડી છે?

વિગતવાર શબ્દો ને દ્રશ્યો નો મારો થાય છે

નીયમ મૂજબ તંત્ર ફરી ઉંઘી જાય છે

કોને પડી છે?



- ગૌરાંગ નાયક

No comments:

Post a Comment

Followers