Friday, September 18, 2009

એમ લખીએ ...

એમ લખીએ તો લખાય નહીંને,

સ્વપ્ન માં ય શબ્દો ની જોડણી થાય કંઈ



કાગળ પેન લઈ કંઈ ચીતરાય નહીં

ને, હવા માં ગઝલો દેખાય કંઈ



એકાંત માંય કશું વિચારાય નહીં

ને, ઘૂઘવતા દરિયાવ માં ચિંતન થાય કંઈ



શબ્દો, સંજ્ઞાઓ, નું અર્થઘટન થાય નહીં

ને, સાધારણ ઘટનાઓ માં દિવા પ્રગટાય કંઈ



વસંતો માં બાગો મ્હેકાય નહીં

ને, પાનખર માંય હૈડા ફોરાય કંઈ



જનમ, જીવન ના ભેદ સમજાય નહીં

ને, સ્મશાનો માં ય કોયડા ઉકેલાય કંઈ




- ગૌરાંગ નાયક

Wednesday, July 22, 2009

પરોઢ નો ચાંદ




પરોઢીયે સામ સામે મળ્યા બેવ
એક છેડે ચાંદો ને બીજે સૂર્ય દેવ

કપિલ કિરણો થી ચંદા માં લાલિમા છવાઈ
પ્રભાત ના ઉજાસે કૌમુદી ધોવાઈ

ભૂખરા આકાશ માં રતુંબડો ચાંદો શું શોભતો
કેસરીયા પ્રકાશ થી સામો, સૂરજ ચમચમતો

નીશા નું લાવણ્ય ધીમે પડતુ ખડી
સોનેરી દિવસ ની સામી પુગાતી છડી

તીમીર ના ઓથાર હવે યામીર સાથે ડૂબશે
નવો દિન ચેતનવંતી દિવ્યતા સાથે ઉગશે

- ગૌરાંગ નાયક

નારી

આજ ની રચના નારીઓ ને સમર્પિત

નારી

ક્યાં તો દેવી છે, ક્યાં રુપજીવી છે
ક્યાં છે રણચંડી, ક્યાં એ અબળા નારી છે

ક્યાં બનાવી છે શોભા ની પૂતળી
ક્યાં મીણ ની પૂતળી ઓગળનારી છે

પુરુષ રહ્યો છે સદા અત્યાચારી
કુદરત ની પણ કેવી લાચારી છે

ક્યાંક ચલાવી આગ પર, ક્યાંક પરણાવ્યા પાંચ વર,
ક્યાંક કર્યો તીરસ્કાર, તોય હેત સદાય સરખુ વ્હેંચનારી છે

પાછળ ધકેલી છે શીક્ષણ માં, પણ
પેઢીઓ ને એ જ ઘડનારી છે

નારી પણ સન્નારી છે
સમજ લોકો ને જરુર આવનારી છે

ઉતરતુ જ સ્તર મેળવ્યુ છે જીવન માં
એ જ દિકરી ને "મા" મારી છે

- ગૌરાંગ નાયક

Tuesday, July 21, 2009

ઊઠેલી કલમ

ન હતી એની ખબર મને ય
ટપકાવી શકીએ છે બે ચાર શબ્દો અમેય

ઊઠાવી છે કલમ અમે જે આજે
કરે છે લોકો ઇશારા જે મોટા ને છાજે

કરવી નથી કંઇ અમારી મોટી મહિમા
અંતર નો દિવડો બસ પ્રગટાવવો છે જીવન માં

ધરબાયેલા હતા કેટલા ઉમંગો
ઉમટ્યા છે બની ને કેવા પ્રસંગો

વર્ણવી છે લેખક ની લોકો એ સ્થિતી નાજૂક
વાત એ ખોટી સાબીત કરવા જ ઉઠાવી છે ચાબૂક

મન ના ઉછાળાઓ ની કરવી છે મોજણી આજે
ઉભરાઓ ઠાલવવાની ય કરી છે ગોઠવણી આજે

પામવા નથી કોઇ શીખર કવન માં
કૂદકો એક ભરી એ તો ય સફળ છીએ જીવન માં

- ગૌરાંગ નાયક

શબ્દ સંમોહન

શબ્દ સંમોહન ની શુભ શરુઆત ટાણે મારી એક રચના મૂકુ છું. અવારનવાર નવી રચનાઓ નો આસ્વાદ માણતા રહેશો અને અહીં આપણે મળતા રહેશું.
મારી રચનાઓ વિષે તમારી પ્રતિક્રિયા જણાવશો.

- ગૌરાંગ નાયક

Followers