Friday, July 2, 2010

જીવન સંધ્યા


સાંજ
પડી, હવે આંખો ઢળી છે
દિવસ આખા ની જો રાહત મળી છે

જીંદગીભર દોડતા રહ્યા
ક્યારેક સપનાઓ, ક્યારેક જરુરતો નડી છે

વધતા ગયા એમ છુટતુ ગયુ
બધુ સમેટવા માં, ભોંય મળી છે

નવરાશ મળી છે ત્યારે
ભુલો મારી, બધી નજરે ચઢી છે

મંદિર નો ઘંટ વગાડવાની તસ્દી ક્યાં મળી
હાથ લંબાયો ત્યારે, સાંધા માં તડ પડી છે

કેટ કેટલુ ઉતારી ગયા, પણ
પાણી પીતાય આજે, હાંફ ચઢી છે

છેવટે ,રંગો ની છાલક જોઈ આકાશે
ત્યારે, ઘડી અંધારા ની બસ સામે ખડી છે

- ગૌરાંગ નાયક


No comments:

Post a Comment

Followers