Sunday, June 27, 2010

ક્યાં છે ?


ચોમેર લીલીછમ છે આ ધરતી
પણ, અહીં વતનની એ ધૂળ ક્યાં છે

વણનોતર્યો વરસે છે મેહ
પણ, પહેલાં વરસાદ ની ભીની મ્હેક ક્યાં છે

મસમોટા મોહક બધાં પુષ્પો
પણ, એની મીઠી મજાની ખુશ્બુ ક્યાં છે

રઢીયાળો રુપાળો આ પાડોશ
પણ, ભાવ નીતરતા એ સંબંધો ક્યાં છે

સુંદર મોટા છે મકાનો
પણ, એને ઘર કહેવાય એવુ ક્યાં છે

આકર્ષક લાગતી બધી વાનગીઓ
પણ, ભોજન ની ઉમદા એ લહેજત ક્યાં છે

મિત્રો ની લાંબી છે સૂચી
પણ, હૈયાની હામ ભરનારા ક્યાં છે

ઉગે છે રોજ સવાર
પણ, સવારનો કૂણો એ તડકો ક્યાં છે

હાજર છે બધાં સંબંધો
પણ, માવડી ના હેતાળ હાથ ક્યાં છે

-ગૌરાંગ નાયક

No comments:

Post a Comment

Followers